Thursday, January 8, 2015

મારે કંઈક કહેવું છે.....

ચિંતન મનન કરતા કરતા મારે કંઈક કહેવું છે,
ખબર નથી શું? પણ છતાં મારે કંઈક કહેવું છે.

જીવન છે ટૂંકું, રસ્તો છે લાંબો, છતાં મારે કંઈક કહેવું છે, 
આ સ્વાર્થી દુનિયાના સ્વાર્થી લોકો વિષે મારે કંઈક કહેવું છે.

ગાય ને ઘાસ નાંખે, કુતરા ને બિસ્કીટ નાંખે,પણ ઘરના સભ્યો ને તરછોડે, આવા માણસો વિષે મારે કંઈક કહેવું છે,
વહેલી સવારના પંખીઓ  તથા આથમતા સૂર્ય વિષે મારે કંઈક કહેવું છે.


સબરી ના રામ વિષે તથા મીરાં ના કૃષ્ણ વિષે મારે કંઈક કહેવું છે,
પરમ કૃપાળુ પરમાત્મા વિષે તથા  નિ:સ્વાર્થ ભાવે પ્રેમ કરનાર 
એવા મારા મા-બાપ વિષે મારે કંઈક  કહેવું છે.

ભાઈ જેવા મિત્રો વિષે તથા રામ-ભારત જેવા મારા ભાઈઓ વિષે 
મારે કંઈક કહેવું  છે,
કઠીન છે પરિસ્થિતિ, પણ આ પરિસ્થિતિ ના મારા સંઘર્ષો વિષે 
મારે કંઈક  કહેવું છે.

સ્વાર્થી મિત્રો છે ઘણા, પણ અમુક સુદામા જેવા મારા મિત્રો વિષે
મારે કંઈક કહેવું છે,
કંઈ બોલ્યા વગર સમજી જાય એવા જીવનસાથી વિષે
મારે કંઈક  કહેવું છે.

ચિંતન મનન કરતા કરતા મારે કંઈક કહેવું છે,
ખબર નથી શું? પણ  છતાં મારે કંઈક કહેવું છે......